Surat Police were shocked while checking the car, 75 lakh cash was found


સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લગભગ એક અઠવાડિયું બાકી છે, ત્યારે સુરતમાં એક કારમાંથી લાખોની રોકડ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક SST ટીમે રોકડ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચૂંટણી સમયે રોકડ કે દારૂની ઘૂસણખોરી પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે લાખોની રોકડ હાથ લાગતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કારનું ચેકિંગ કરતાં ચોંકી પોલીસ

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક SSTની ટીમ તૈનાત હતી, ત્યારે એક ઇનોવા કારને રોકી તેની તપાસ કરતાં લગભગ 75 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ કારનો રોકી તપાસ કરતાં જ કારમાં મોટી સંખ્યામાં ચલણી નોટોના બંડલો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે રૂપિયા 75 લાખની રોકડ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાંથી કોંગ્રેસનું પ્રચાર સાહિત્ય પણ મળ્યું છે. કારમાંથી કોંગ્રેસના પેમ્ફલેટ્સ મળી આવ્યા છે. આવામાં પોલીસ દ્વારા રોકડ કોની છે અને કોને આપવાની હતી, તે સહિતના તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી પહેલા ભાજપની લાલ આંખ, બળવાખોર 12 નેતાઓને કર્યા સસ્પેન્ડ

વિવિધ ચેકપોસ્ટ્સ ઉભી કરી વાહનોનું ચેકિંગ

મહત્વપૂર્ણ છે કે, સુરતમાં આદર્શ આચારસંહિતાના કડકાઈથી અમલ કરવા માટે અનેક ટીમો તૈનાત છે. જેમાં વીડિયો સર્વિલન્સ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડ બનાવવામાં આવી છે અને શહેરમાં મોટી નાણાકીય રોકડ રકમ અને હેરફેર પર બાજનજર રાખવામાં આવી રહી છે. અત્યારે પોલીસ દ્વારા વિવિધ ચેક પોસ્ટ ઉભી કરી વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ, રાજ્યની બોર્ડરો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રવેશતા તમામ મોટા રસ્તાઓ હાઇવે અને અંતરિયાળ રસ્તાઓ પર ચેકપોસ્ટો બનાવવામાં આવી છે. પડોશી સંઘપ્રદેશો અને રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Azhar Patangwala

First published:

Tags: Gujarat Assembly Election 2022, Surat news



Source link

Leave a Comment