Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલની ‘બબીતા’ કોરિયન બ્યુટી લુકમાં જોવા મળી, ઈન્ટરનેટ પર નવો લુક વાયરલ


ટીવીનો પોપ્યુલર સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજ કરી રહ્યો છે. સમયની સાથે શોની સ્ટાર કાસ્ટમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. શોના તમામ પાત્રો દર્શકોના દિલમાં વસી ગયા છે. હવે આ શોની ‘બબીતાજી’ એટલે કે મુનમુન દત્તા પણ સતત ચર્ચામાં રહે છે.

આ પણ વાંચોઃ- ‘તારક મહેતા’ ના જેઠાલાલ અમેરિકામાં ફરી રહ્યા છે, ફેન્સે કહ્યું- તમારા વગર શોમાં મજા નથી આવતી

મુનમુન દત્તા એક વખત ફરીથી પોતાની નવી હેરસ્ટાઈલના કારણે ચર્ચામાં આવી છે. હકીકતમાં મુનમુન દત્તાએ હાલમાં પોતાના હેર કટ કરાવ્યા છે. આ સ્ટાઈલને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. મુનમુન દત્તાના ફેન સોશિયલ મીડિયા પર તેના નવા લુકના વખાણ કરી રહ્યા છે.

ઈન્ટરનેટ પર નવો લુક વાયરલ

નવા હેરકટિંગની સાથે મુનમુન કોરિયન બ્યુટી બની ગઈ છે. હકીકતમાં મુનમુન અત્યારે કોરિયન સિરિયલની દીવાની છે. તે પોતાના ખાલી સમયમાં મુનમુન કોરિયન સિરિયલ જોતી હોય છે. તે જોઈ મુનમુન પોતાનો લુક પણ કોરિયન બ્યુટી રાખવા માટે પ્રેરિત થઈ છે. મુનમુને પોતાનો નવો લુક તેની ફેવરેટ એક્ટ્રેસ ડાયના ગોમ્ઝ અને શિન હા-રીના લુકથી પ્રેરિત થઈ હેર કટિંગ કરાવ્યા છે.

મુનમુને ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા લુકનો ફોટો પોસ્ટ કરતા લખ્યું, એક નાનકડો ફેરફાર, હું મારા અંદર છુપાયેલી શિન હા-રી અને વેલેરિયાને જોઈ રહી છું. નવા હેરકટ… ડ્રામા બિઝનેસ પ્રપોઝલની કિમ સી-જિયોન્ગ અને ડાયના ગોમ્જ, વેલેરિયાથી પ્રેરિત છે. આ શોએ મને દીવાની બનાવી દીધી છે. તેનાથી પ્રેરિત થઈ મેં મારો નવો લુક ચેન્જ કર્યો છે.

ઓરેન્જ ટીશર્ટમાં મુનમુન બની કોરિયન બ્યુટી

મુનમુન દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ ફોટમાં મુનમુન ઓરેન્જ કલરની ટીશર્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેમજ મુનમુન દત્તાના આ ફોટોઝ પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. મુનમુનના આ ફોટોને 1 લાખથી વધારે લોકોએ લાઈક કર્યો છે. એટલું જ નહીં ફેન્સ મુનમુનના આ ફોટો પર મજેદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ઘણા ફેન્સે તેના આ ફોટો પર હાર્ટ ઈમોજી કમેન્ટ કરી રહ્યા છે. તેમજ ઘણા લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા ક્વીન છે મુનમુન

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મુનમુના ઈન્સ્ટાગ્રામ પર 7.5 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. મુનમુન પણ પોતાના ફેન્સની સાથે ફોટો શેર કરતી રહે છે. મુનમુન દત્તા શરૂઆતથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી છે. મુનમુને હમ સબ બારાતી ટીવી સિરિયલથી નાના પડદા પર એન્ટ્રી કરી હતી. તેના પછી મુનમુન ઘણા ટીવી શોમાં જોવા મળી ચૂકી છે. તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તેના પાત્રના લાખો દિવાના છે.

Published by:Priyanka Panchal

First published:

Tags: Instagram, Munmun Dutta, Taarak Mehta Ka Ooltah Chashmah





Source link

Leave a Comment