table-of-class-10-12-exam-announced-by-maharashtra-board-gh-rv - મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, આવી રીતે કરો ડાઉનલોડ – News18 Gujarati


મુંબઈ- મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) એ સોમવારે ધોરણ 10 (Secondary School Certificate, SSC) અને ધોરણ 12 (Higher Secondary Certificate, HSC) ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. પહેલી વાર રાજ્ય બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ આટલી વહેલી જાહેર કરવામાં આવી છે.

આ ટાઈમ ટેબલમાં ફેરફાર કરવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. આ કારણોસર ટાઈમ ટેબલ રિવાઈઝ કરવામાં આવી શકે છે. જાહેર થયેલ પરીક્ષાની તારીખ અનુસાર 21 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધીમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 2 માર્ચથી 25 માર્ચ 2023 સુધીમાં ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવશે. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશનની અધિકૃત વેબસાઈટ mahahsscboard.in. પર ટાઈમ ટેબલ મુકવામાં આવ્યું છે.

આ પણ વાંચો: NEET 2022: સરકારી મેડિકલ કોલેજમાં નથી મળતું એડમિશન? બીજા શું છે વિકલ્પો? શું એક વર્ષનો ડ્રોપ લેવો જોઈએ?

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પરીક્ષા પહેલા પૂરો થાય તે માટે પરીક્ષાના ટાઈમ ટેબલની વહેલી જાહેરાત કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. આ બાબતે અધિકારીઓ જણાવે છે કે, પરીક્ષાના ટાઈમ ટેબલની વહેલી જાહેરત કરવામાં આવતા વિદ્યાર્થીઓને તણાવથી રાહત મળશે અને પરીક્ષા માટે યોગ્ય રીતે પ્લાન કરી શકશે.

રિપોર્ટ્સ અનુસાર બોર્ડની પરીક્ષા પહેલા સ્કૂલ અથવા જૂનિયર કોલેજને પ્રેક્ટીકલ પરીક્ષા, કેટેગરી, મૌખિક પરીક્ષા તથા અન્ય વિષયોની પરીક્ષાના કાર્યક્રમની સૂચના આપવામાં આવશે.

ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ

ધોરણ 12: 21 ફેબ્રુઆરી 2023થી 20 માર્ચ 2023

ધોરણ 10: 2 માર્ચ 2023થી 25 માર્ચ 2023

ટાઈમ ટેબલ ડાઉનલોડ કેવી રીતે કરવું?

સ્ટેપ 1- સૌથી પહેલા MSBSHSEની અધિકૃત વેબસાઈટ mahahsscboard.in. ની મુલાકાત લો.

સ્ટેપ 2- ત્યારબાદ હોમ પેજ પર “HSC SSC FEB/MAR 2023 TIME TABLE CIRCULAR” કે “SSC FEB -2023 TIME TABLE TENTATIVE” કે HSC VOCATIONAL FEB -2023 TIME TABLE TENTATIVE કે HSC GENERAL FEB -2023 TIME TABLE TENTATIVE લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3- લિંક પર ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર એક PDF જોવા મળશે.

આ પણ વાંચો: SAIL Recruitment 2022: સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડમાં 333 જગ્યાઓમાં ભરતી, ઉમેદવારો 30 સપ્ટેમ્બર સુધી કરી શકશે અરજી

સ્ટેપ 4- ફ્યુચર રેફરન્સ માટે ટાઈમ ટેબલની PDF ડાઉનલોડ કરી લો. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાનું રહેશે કે, આ પરીક્ષાની અંદાજિત તારીખો છે, ફાઈનલ પરીક્ષાની તારીખ થોડા સમય બાદ જાહેર કરવામાં આવશે.

Published by:Rahul Vegda

First published:

Tags: Education News, Maharashtra



Source link

Leave a Comment