સોલા પોલીસે સંદીપ ગારંગે નામના આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના છારાનગર વિસ્તારનો રહેવાસી આ યુવક સોલા વિસ્તારમાં લૂંટને અંજામ આપીને ફરાર થઈ રહ્યો હતો, તે સમયે જ તેની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી છે. સીજી રોડ ઉપર આવેલા વિશ્વા ગોલ્ડ નામની સોના-ચાંદીના દાગીનાના શોરૂમમાંથી દાગીના લઈને સોલા વિસ્તારમાં વંદેમાતરમ નજીક અન્ય વેપારીને દાગીના બતાવવા માટે કલ્પેશ કંસારા અને વિમલ પટેલ નામના કર્મીઓ નીકળ્યા હતા. જ્યાં ચાંદલોડિયા વિસ્તારમાં તેઓ ગલ્લા ઉપર ઉભા રહ્યા તે સમયે જ બે શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો- અનૈતિક સંબંધમાં પુત્રની હત્યા, સગી જનેતાએ પોતાના કાળજાના કટકાને રહેંશી નાખ્યો
પાન પાર્લર ઉપર ઉભેલા સેલ્સમેનને ધક્કો મારી નીચે પાડીને બે બાઈક સવારો 12 લાખ 33 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતા. જો કે ફરિયાદીએ તરત જ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા પોલીસે અલગ-અલગ જગ્યા ઉપર નાકાબંધી ગોઠવી હતી અને એલિસબ્રિજ વિસ્તારમાં શંકાસ્પદ જણાતા બાઈક ચાલકને રોકીને તપાસ કરતા તેણે જ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો- રસ્તે રખડતા ઢોરનો રસ્તો શું? રાજ્યના રસ્તા પર રખડતા ઢોરનો અડિંગો, જુઓ વીડિયો
જેથી સંદીપ ગારંગે નામના એક આરોપીની એલિસબ્રિજ પોલીસે ધરપકડ કરી લૂંટનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને આરોપીને સોલા પોલીસને સોંપતા સોલા પોલીસે પૂછપરછ શરૂ કરી છે.લૂંટની ઘટનામાં પકડાયેલા આરોપીની સાથે વિજય છારા નામનો એક આરોપી સામેલ હોય તેને પકડી પાડવા માટે સોલા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે. મહત્વનું છે કે આ ગુનામાં પકડાયેલો આરોપી સંદીપ ગારંગે અગાઉ પણ નવરંગપુરામાં લૂંટ જેવા ગંભીર ગુનામાં સામેલ હોય આરોપીનો ગુનાહિત ઇતિહાસ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad police, Gujarati news