Table of Contents
રોકાણની શરૂઆત કરતા પહેલા કરો આ કામ
તમારા પ્રશ્નનો જવાબ આપીએ તે પહેલા ચાલો પહેલા તમને ભારતના શેર માર્કેટમાં રોકાણ શરૂ કરવા માટેની પૂર્વ-જરૂરીયાતો વિશે જણાવીએ. જો તમે ભારતમાં સ્ટોક્સમાં રોકાણ અથવા વેપાર કરવા માંગો છો, તો તમારે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટની જરૂર પડશે. આ બંને ખાતાઓ ભારતના કોઈપણ ટોચના સ્ટોક બ્રોકર્સ સાથે મળીને ખોલી શકો છો.
આ પણ વાંચોઃ મકાન ખરીદતા પહેલા જાણી લો RERA એક્ટની માહિતી અને તમને મળતા લાભ, કરો સુરક્ષિત રોકાણ
રોકાણ કરવા માટે કેટલા રુપિયા જોઇએ?
શેરબજારમાં રોકાણને ઝડપી નાણા કમાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે વાજબીપણે પણ નથી. જ્યારે તક મળે ત્યારે યોગ્ય આયોજન સાથે રોકાણ કરવું ખાસ જરૂરી છે. એક રોકાણકાર તરીકે ઇક્વિટીમાં તમારી સફર શરૂઆત કરનાર વ્યક્તિને ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માટેની ન્યૂનતમ રકમ વિશે જાણીને કદાચ આશ્ચર્ય થશે. તે પણ સમજવાની જરૂર છે કે શું શેરબજારમાં રોકાણ કરવા માટે લઘુત્તમ રકમનો અંદાજ કાઢવાની કોઈ માન્ય પદ્ધતિ છે અને શું શેરબજારમાં રોકાણ કરવા માટેની લઘુત્તમ રકમ ખરેખર કોઇ પદ્ધતિ દ્વારા નક્કી કરી શકાય છે કે પછી તે માત્ર સમજદારી અને નિર્ણયો પર આધારિત હોવી જોઈએ.
આ પણ વાંચોઃ શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે કેવી હોવી જોઇએ નાના રોકાણકારોની નીતિ? જાણો એક ક્લિકમાં
એક યોગ્ય કોર્પસ કરે છે મદદ
મોટા ભાગે લોકો વિચારે છે કે તેઓને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે મોટી રકમની જરૂર પડે છે. હકીકતમાં આ સત્ય નથી. એક યોગ્ય કોર્પસ તમને મદદ કરે છે, તમે માત્ર 2-3 શેર ખરીદીને બજારથી પરિચિત થઇ શકો છો અને શરૂઆત માટે રૂ. 25,000 જેવી નાની રકમથી પણ રોકાણની શરૂઆત કરી શકો છે. શેરબજારમાં રોકાણ કરવા માટે ન્યૂનતમ રકમ શોધવાની કોઈ ચોક્કસ રીત છે? ચાલો કેટલાક વૈજ્ઞાનિક અભિગમો પર નજરી કરીએ.
100 – હાલની ઉંમર :
રોકાણ કરવાના શરૂઆતી ચરણમાં આ પદ્ધતિ સૌથી જૂની અને સામાન્ય છે. એટલું જ નહીં તમારા દાદા પણ તમને આ પદ્ધતિ અપનાવવાની સલાહ આપશે. 100માંથી તમારે હાલની ઉંમર બાદ કરવાની આ રીત રોકાણકારોમાં સૌથી વધુ પ્રચલિત છે, કારણ કે તે તમામ ઉંમર અને સંસ્કૃતિના લોકોને આકર્ષે છે. ચાલો સમજીએ આ પદ્ધતિનું ગણિત..
આ પદ્ધતિ મુજબ, તમારા એસેટ ક્લાસ પોર્ટફોલિયોમાં તમે જે સ્ટોક ધરાવો છો તેની ટકાવારી તમારી વર્તમાન ઉંમરના 100 માઈનસની સમકક્ષ હોવી જોઈએ. દા.ત, જો તમારી વર્તમાન ઉંમર 40 વર્ષ છે, તો તમારા રોકાણ પોર્ટફોલિયોમાં 60% એટલે કે, 100-40નું ઇક્વિટી એક્સપોઝર હોવું આવશ્યક છે, જે તમારી ઉંમર છે.
આ પણ વાંચોઃ કોલગેટથી ફક્ત તમારા દાંત જ તમારો પોર્ટફોલિયો પણ ચમાકવો, શેરમાં તગડી તેજીની શક્યતા
થોડી મોડર્ન પદ્ધતિ – X/3
આ ખૂબ જ લોકપ્રિય રીત છે અને તમે ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડમાં જે SIP કરો છો તે X/3 પદ્ધતિનું ઉદાહરણ છે. આ કિસ્સામાં Xની કુલ રકમ તમારા રોકાણપાત્ર સરપ્લસ છે. ઉદાહરણ તરીકે, જો તમે રૂ. 30,000નું રોકાણ કરવા માંગો છો, તો તમે તમારી પસંદગીના શેરમાં માત્ર એક તૃતીયાંશ અથવા રૂ. 10,000નું રોકાણ કરો.
75% પ્રોફીટ પદ્ધતિ
75% નફાની પદ્ધતિએ ફાળવણી માટે થોડો સુધારેલ પોર્ટફોલિયો અભિગમ છે. આ અભિગમ જણાવે છે કે જો પોર્ટફોલિયોમાં તમારા 75% અથવા ત્રણ-ચતુર્થાંશ શેર સારો દેખાવ કરી રહ્યા હોય અથવા એકલા ઇન્ડેક્સના વળતરને મ્હાત આપી રહ્યા હોય, તો તમે રોકાણ ચાલુ રાખી શકો છો. દા.ત. જો તમે 12 શેરમાં રોકાણ કર્યું હોય અને તેમાંથી 8 શેર નિફ્ટી કરતાં વધુ સારો દેખાવ કરી રહ્યા હોય, તો આ વ્યૂહરચના કામ કરી રહી છે. નિયમ એ છે કે જ્યારે કંઈક કામ કરી રહ્યું હોય ત્યારે તેને વિક્ષેપિત ન કરો.
આ પણ વાંચોઃ આ સ્મોલ કેપ્સ પર તૂટી પડ્યા છે મ્યુચ્યુઅલ ફંડ્સ, તમે પણ સસ્તા ભાવે રોકાણ કરીને કરી શકો છો તગડી કમાણી
શું તમે રૂ. 100થી ઓછામાં રોકાણ કરી શકો?
બિલકુલ. ભારતીય શેર બજારમાં એવા ઘણા શેર છે જેની કિંમત રૂ. 100થી નીચે છે. તમે શરૂઆતમાં તે ખરીદી શકો છો. આવા શેર રોકાણની શરૂઆત કરતા અથવા શીખતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે, તમારે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) તરીકે દર મહિને ઓછામાં ઓછા રૂ. 500ની જરૂર પડશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Invest in share market, Share market, Stock market Tips