દૂરથી દેખાતા બુલડોઝર, કોંક્રિટ માટેનું મિક્ષર મશીન, કામમા મશગૂલ દેખાતા લોકો, આ દ્રશ્યો જોઈને આપણને કદાચ તેવું લાગશે હશે કે અહી જોરદાર કામ ચાલે છે. પરંતુ થોડા નજીક જઈને જોઈશું તો ખ્યાલ આવશે કે અહી તો ઈમારત નહી પણ રસોઈ બની રહી છે. અંહી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભંડારા માટે રસોઈ બનાવવામાં આવી રહ છે. અને તે પણ બુલડોઝર અને કોંક્રિટ મિક્ષર મશીનની મદદથી. જેમાં અનેક કિલો પૈાઆ અને સોઝી મિલાવીને નાસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને તે પણ મિક્ષર મશીનની અંદર. આવો ભંડારો અને આવો નાસ્તો કદાચ તમે કયાંય જોયો નહી હોય પણ મિક્ષર મશીનમાં બનેલો નાસ્તો કેવો હશે તે હવે ના પૂછતાં, જુઓ વિડીયો
ભંડારામાં રસોઈ કેવી રીતે બને છે તે તમે અનેકવાર જોયું હશે, પણ અમે તમને બતાવીશું કે કેવા સાધનનો ઉપયોગ કરી મધ્યપ્રદેશના એક ભંડારામાં રસોઈ બનાવવામાં આવે છે. ચાલો જોઈએ આ #viralvideos2022 pic.twitter.com/RAvMinXq0u
— News18Gujarati (@News18Guj) November 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર