ભરૂચના મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી શહેરના અલગ અલગ સ્થળોએ ગરીબોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.દરેક તહેવાર સમયે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તત્પર રહેતી મન મૈત્રી ફાઉન્ડેશનના સભ્યો કપડાં સહિતની વસ્તુઓનું વિતરણ કરી ગરીબ લોકોને તહેવારમાં સેવા રૂપી સુગંધ ફેલાવે છે.
જરૂરિયાત લોકો માટે સંસ્થા અગ્રેસર
ભરૂચ શહેર અને જિલ્લામાં મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે.જરૂરિયાતમદ લોકોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. મન મૈત્રી ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સ્લમ વિસ્તારમાં આપત્તિ કાળે સ્થાનિકોને મદદ કરવામાં આવે છે. ફાઉન્ડેશનની સેવાઓને પગલે સૌ લોકો પણ તેઓની સેવા ભાવનાથી સંતોષ માની રહ્યા છે.
દાતા દ્વારા ધાબળા આપવામાં આવ્યા હતા
તમારા શહેરમાંથી (ભરૂચ)
કસ્તુરીબેન નીતિનભાઈ દામાની પુત્રી શ્રદ્ધાબેન અને પુત્રવધુ શ્રેયાબેન તરફથી ગરીબોને ઠંડીથી રક્ષણ આપવા માટે સેવાભાવી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનને ગરમ બ્લેન્કેટ્સ ધાબળા આપવામાં આવ્યા હતા. તેનું વિતરણ સંસ્થાના સ્વયંસેવક ભાઈઓ અને બહેનોની 8 સભ્યોની ટીમ દ્વારા ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે.
આ વિસ્તારમાં વસ્ત્રદાન કરવામાં આવ્યું
ભરૂચ શહેરના સ્ટેશન રોડ, દાદાભાઈ બાગ, કસક ગરનાળું,જલારામ મંદિર, નર્મદા ચોકડી અને ઝાડેશ્વર ચોકડી બ્રિજની નીચે, લિંક રોડ સહિતના વિસ્તારોમાં ગરીબોને ધાબળા ઓઢવવામાં આવ્યા હતા. પ્રકલ્પના ત્રીજા ચરણમાં શુક્લતીર્થ રોડ ઉપર કડોદ પાસે બાપા સીતારામ મઢુલી નજીક રહેતા શેરડી કાપતા શ્રમજ વી પરિવાર મજૂરો જેઓ તાડપત્રી બાંધી ખુલ્લામાં કાચી ઝૂંપડીમાં રહે તેને આપ વામાં આવ્યા હતા.તેમજ મા રેવાની પરિક્રમા માટે નીકળેલા પરિક્રમાવાસી ઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે દામા પરિવારના સહયોગથી મનમૈત્રી વસ્ત્ર દાન સેવા દ્વારા કુલ 80 લાભાર્થીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
આ ટીમે રંગ રાખ્યો
સંસ્થા સાથે જોડાયેલા સ્વયંસેવક ભાઈઓ અને બહેનોમાં પલ્લવી શુક્લા, સપના અરવિંદ જારિયા દંપતી, ક્ષિતિજ પંડ્યા, નિકુંજ પટેલ, શીલા પટેલ, હિના પરીખ, જયેશ પરીખની કુલ 8 સભ્યોની સમગ્ર ટીમ અલગ અલગ વિસ્તારમાં ફરી ધાબળાઓનું વિતરણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ,આ સેવારૂપી કાર્ય તે ચાલુ જ રાખશે. અને હરહંમેશ ગરીબોની વ્હારે આવી સેવાકાર્યો કરવામાં સતત પ્રયાસો હાથ ધરીશું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર