young man left job of 45 thousand started natural mango cultivation dr – News18 Gujarati


Bhavesh Vala, Gir Somnath: ગીરને બાગાયત પાકનું હબ ગણવામાં આવે છે.અહીં આંબાનું વાવેતર વધુ જોવા મળે છે.તાલાલાના આંકોલવાડી ગામે રહેતા ધાર્મિકભાઈ જયેશભાઈ મકાણીએ પ્રાકૃતિક ખેતીમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ધાર્મિકભાઈ મકાણીએ News18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એસ.સી કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો. અને અમદાવાદ ખાતે કંપનીમાં નોકરી કરતા હતા. તેમનો પગાર 45 હજાર હતો. પણ નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ હતો. અને ખેતીમાં ઉત્પાદન ઘટતું હતું. ત્યારે તેમણે નોકરી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવી હતી. અને છેલ્લા ત્રણ વર્ષથી તે પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. તેને આંકોલવાડી ગામે જ 12 વીઘાનો આંબાનો બગીચો છે.

30 વર્ષીય યુવક એરન્ડી, લિંબોડીનો ખોર, દેશી ખાતર અને જીવામૃતનો આંબાના બગીચામાં ઉપયોગ શરૂ કર્યો હતો. ધાર્મિકભાઈ મકાણીએ જીવામૃત તૈયાર કરવા માટે રીતમાં જણાવ્યું હતું કે 200લીટરનું ડ્રમમાં 180 લીટર પાણી ભરવાનું, 10 કિલ્લો ગાયનું ચાણ લેવાનું, 10 લીટર ગૌમુત્ર, કોઈ પણ કઠોર વર્ગનું એક થી દોઢ કિલ્લો લોટ, દેશી ગોળ એક થી દોઢ કિલ્લો, વડ અથવા પીપળાના વૃક્ષ નીચેથી 500 ગ્રામ માટી લેવાની અને એક સપ્તાહ સુધી રાખી મુકવાની હોય છે.

ઉપરાંત સવાર-સાંજ મિશ્રણ કરવાનું હોય છે.એક આંબાના ઝાડની ફરતે 5 થી 6 લીટર જીવામૃતનો છંટકાવ કરવામાં આવે છે. તેમજ એક વર્ષમાં એક આંબાના ઝાડ દીઠ 40 થી 45 લીટર જીવામૃતનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચો: ગીર સોમનાથ જિલ્લામાં 4589 હેક્ટરમાં થયું શેરડીનું વાવેતર

તેમજ આંબામાં ફ્લાવરીંગ સમયે પંચગવ્યનો પણ છંટકાવ કરે છે.છેલ્લા ત્રણ વર્ષમાં તેમણે ઉત્પાદન વિશે જણાવ્યું હતું કે 230 આંબાના ઝાડમાંથી 2018-19માં 1400 બોક્સ, 2019-20માં 1400 બોક્સ, 2020-21માં 4000 બોક્સ અને 2021-22માં 300 બોક્સ કેરીનું ઉત્પાદન થયું હતું. છેલ્લા વર્ષે વાવાઝોડાના કારણે બગીચામાં અસર પહોંચવાથી ઉત્પાદનમાં ઘટાડો થયો હતો.

પ્રાકૃતિક ખેતીના કારણે ઉત્પાદનમાં પણ વધારો થયો છે. ધાર્મિકભાઈએ 45 હજારની નોકરી છોડી પ્રાકૃતિક ખેતીમાં જોડાયા હતા. તેમને પહેલેથી જ ખેતી પ્રત્યે લગાવ હતો. અને આંબાના બગીચામાં અત્યારે જીવામૃત, એરન્ડી, લીંબોડીનો ખોર, દેશી ખાતર અને પંચ ગવ્યનો ઉપયોગ કરી રહ્યા છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Gir Somnath news, Gir Somnath Samachar, Kesar mango, Organic farming, ગીર સોમનાથ



Source link

Leave a Comment