ગૌતમ ગંભીરનો ઘટસ્ફોટ: 1983 વર્લ્ડ કપના હીરો અંગે ‘કેટલાક સિનિયર્સે’ કહી હતી મોટી વાત?


નવી દિલ્હી: 2011નો વર્લ્ડ કપ જીતવો એ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ પ્રસંગ હતો. 1983ના વર્લ્ડ કપની જીત પછી આ પ્રથમ વખત બન્યું જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે 50 ઓવરની ICC ટૂર્નામેન્ટ જીતી. આ જીતમાં ગૌતમ ગંભીરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે 2011 વર્લ્ડ કપમાં ભારત માટે નવ મેચમાં 393 રન સાથે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે શ્રીલંકા સામે ફાઇનલમાં તેના સર્વોચ્ચ સ્કોર 97 સાથે ટુર્નામેન્ટમાં ચાર વખત પચાસથી વધુનો સ્કોર પાર કર્યો હતો. ગંભીરે ફાઈનલમાં એમએસ ધોનીની આગેવાની હેઠળની ભારત માટે સૌથી વધુ રનનું યોગદાન આપ્યું હતું અને ટીમને 48.2 ઓવરમાં 275 રનના લક્ષ્યાંકનો પીછો કરવામાં મદદ કરી હતી.

ગંભીરનો મોટો ખુલાસો

હવે ગંભીરે ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન સામેની ભારતની સેમિફાઇનલ પહેલા કેટલાક વરિષ્ઠ ખેલાડીઓએ તેને કહ્યું હતું કે તેઓએ “હવે 1983 વર્લ્ડ કપની વાતચીત સમાપ્ત કરવી પડશે.” અસલમાં તેઓ કપિલ દેવની આગેવાનીવાલી ટીમ ઈન્ડિયાના કારનામાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “બે-ત્રણ વરિષ્ઠ ખેલાડીઓ મારી પાસે આવ્યા અને કહ્યું કે આપણે આ ટૂર્નામેન્ટ જીતવાની જરૂર છે કારણ કે હવે અમે 1983નો ઉલ્લેખ સાંભળવા માંગતા નથી. હવે આપણે તેની વાતને ખત્મ કરવી પડશે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ માટે 15 દિવસમાં થઈ જશે લોક , પરંતુ 5 મોટા પ્રશ્નોનો ઉકેલ બાકી

તેના જવાબમાં ગંભીરે કહ્યું, ‘મેં કહ્યું કે હું અહીં કોઈને ખત્મ કરવા આવ્યો નથી. હું અહીં કોઈનું કદ ઓછું કરવા નથી આવ્યો, પરંતુ હું ટૂર્નામેન્ટ જીતીને મારી લાઇન વધારવા માંગુ છું. જો મીડિયા તેમના વિશે 1983 થી 2011 સુધીની વાત કરે છે, તો તે મીડિયાની સમસ્યા છે, આપણી નહીં. અમારે વિશ્વ કપ જીતવો જરૂરી છે કારણ કે અમે ઈચ્છીએ છીએ કે દેશ ખુશ રહે. આ કંઈક એવું છે જે ભવિષ્યમાં બદલવાની જરૂર છે.

ડિસેમ્બર 2018 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ગંભીરે રાજકારણમાં પ્રવેશ કર્યો અને હાલમાં ભાજપના લોકસભા સાંસદ છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનવ સુપરજાયન્ટ્સના સપોર્ટ સ્ટાફનો પણ ભાગ છે.

Published by:mujahid tunvar

First published:

Tags: Gautam Gambhir, Team india



Source link

Leave a Comment