ભારત vs ઓસ્ટ્રેલિયા : સિરીઝમાં બની શકે છે અનેક રેકોર્ડ, રોહિત-કોહલી પાસે ઈતિહાસ રચવાની તક


IND vs AUS રેકોર્ડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે રમાશે. T20 વર્લ્ડ કપને જોતા આ સીરીઝ બંને ટીમો માટે ઘણી મહત્વની બની રહી છે. T20 ઈન્ટરનેશનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 24 મેચ રમાઈ છે, જેમાં ભારતે 13 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયન ટીમે 9 મેચ જીતી છે. આ સાથે જ બે મેચમાં પરિણામ આવી શક્યું નથી. જણાવી દઈએ કે આ સિરીઝમાં કેટલાક એવા રેકોર્ડ બની શકે છે જે ફેન્સને ચોંકાવી નાંખશે.

‘હિટ મેન’ ઓસ્ટ્રેલિયા સામે બનાવશે ખાસ રેકોર્ડ

ભારતના ‘હિટ મેન’ રોહિત શર્મા પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવવાના મામલે ધોનીને પાછળ છોડવાની તક હશે. જો રોહિત 30 રન બનાવવામાં સફળ રહેશે તો તે ધોનીને પાછળ ધકેલી દેશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે 70 ઇનિંગ્સમાં 2934 રન ફટકાર્યા છે, જ્યારે ધોનીએ 96 ઇનિંગ્સમાં 2963 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો- “એક યોદ્ધા છે તમારી પાસે …” ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચનું કોહલી અંગે વિરાટ નિવેદન

રોહિત શર્માને ઇતિહાસ રચવાની તક

રોહિત શર્મા T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારવાથી માત્ર 2 પગલાં દૂર છે. રોહિતે અત્યાર સુધી 171 સિક્સર ફટકારી છે. T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ માર્ટિન ગુપ્ટિલના નામે છે. ગુપ્ટિલના નામે T-20માં 172 સિક્સર છે. બે સિક્સ મારતાની સાથે જ રોહિત શર્મા પોતાના નામે એક ઈતિહાસ રચી દેશે.

વિરાટ કોહલી T20માં બનાવશે 11 હજાર રન ?

વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 11 હજાર રન પૂરા કરવાથી માત્ર 98 રન દૂર છે. એટલે કે 98 રન બનાવ્યા બાદ કોહલી T20માં 11 હજાર રન પૂરા કરશે. આમ કરતાની સાથે જ ટી-20માં ફોર્મેટમાં 11 હજાર રન બનાવવાના લિસ્ટમાં વિરાટ ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો બેટ્સમેન બની જશે.

કેએલ રાહુલને પણ તક મળશે

કેએલ રાહુલ પાસે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 2000 રન પૂરા કરવાની તક હશે. જો રાહુલ 37 રન બનાવવામાં સફળ રહે છે તો તે T20 ઈન્ટરનેશનલમાં 2000 રન બનાવનાર ભારતનો ત્રીજો બેટ્સમેન બની જશે. રોહિત અને વિરાટ કોહલી આ પહેલા કરી ચુક્યા છે.

Published by:mujahid tunvar

First published:



Source link

Leave a Comment