રાજકોટ શહેરમાં સીઆઇડી ક્રાઇમ તરીકે ફરજ બજાવનાર પત્નીની સર્વિસ રિવોલ્વરથી રૌફ જમાવતા પતિ ઝડપાયો છે. તો સાથે જ એક સ્ટાર્ટર પણ તેની પાસેથી મળી આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગરુડ ગરબીચોકમાં ટુવિલર સાથે નીકળેલા એક શખ્સે ગરબી માટે મંડપનું કામ કરી રહેલા શ્રમિક સાથે ઝઘડો કર્યો હતો. તેમજ રસ્તા પરથી મંડપના લાકડા સામાન દૂર હટાવી લેવા બાબતે ગાળાગાળી પણ કરી હતી. તેમજ બાદમાં ઉશ્કેરાઈ જઈ પોતાના પાસે રહેલી સર્વિસ રિવોલ્વર કાઢી સ્થળ પર હાજર રહેલા શખ્સોમાં રૌફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો- અમદાવાદ: યુવતીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવી માતાના પૂર્વ પ્રેમીએ કરી અભદ્ર માંગણી
સમગ્ર મામલે સ્થાનિક આગેવાનોએ રૌફ જમાવી રહેલા વ્યક્તિને પકડી પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં રૌફ જમાવનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવનારા મહિલા પીઆઈ મનિન્દર શેરગીલના પતિ હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર અન્ય કોઈની નહીં પરંતુ પોતાની જ પત્નીની હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો- Video: વરરાજા ઘોડી ચડતા પરિવારનો બહિષ્કાર, ચલણમાં ન હોય તેવા તેવા પૈસાનો દંડ કર્યો
આ સાથે જ તે શખ્સ પાસેથી એક સ્ટાર્ટર પણ મળી આવ્યું હતું. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા વ્યક્તિને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે ઝડપાયેલા વ્યક્તિ વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. તેમજ ઝડપાયેલ પીઆઇના પતિ શા માટે પોતાના પાસે પોતાની પત્નીની સર્વિસ રિવોલ્વર રાખતા હતા તે પણ એક મસમોટો સવાલ છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Latest News Rajkot, Latest News Rajkot Crime, Rajkot city, ગુજરાત, રાજકોટ