સજલે આર્યનના ફોટો પર હાર્ટ ઇમોજી શેર કર્યું અને તેની સાથે તેણે શાહરૂખ ખાન અને અનુષ્કાનું હિટ ગીત હવાઈન પણ ફોટો સાથે એડ કર્યું. સજલે 2017માં મોમ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે શ્રીદેવીની પુત્રી આર્યાના રોલમાં જોવા મળી હતી. 2020માં અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ અને સહ અભિનેતા અહદ રઝા મીર સાથે અબુ ધાબીમાં લગ્ન કર્યા.
આ પણ વાંચો: અજયની ફિલ્મ Thank God ઉપર પ્રતિબંધ મૂકવાની થઇ રહી છે માંગ, જાણો કેમ
સજલ ટૂંક સમયમાં આગામી બોલિવૂડ ફિલ્મ વોટ્સ લવ ગોટ ટુ ડુ વિથ ઈટમાં જોવા મળશે. શેખર કપૂર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું પ્રીમિયર 2022 ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. ફિલ્મ ફેસ્ટિવલની તસવીરોનો સેટ શેર કરતાં સજલે એક પોસ્ટમાં લખ્યું હતું કે, TIFFમાં મારું ડેબ્યૂ એક સ્વપ્ન હતું. @khanjemima &@shekharkapur વિના આ શક્ય ન બની શક્યું હોત, હું પ્રેમ, પ્રશંસાથી અભિભૂત છું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર