બ્રિટનમાં દુર્ગાભવન મંદિર બહાર હિંસક પ્રદર્શનમાં ISIની સંડોવણી, 3 હજાર પ્રદર્શનકારીઓ ભેગા થયા – News18 Gujarati


નવી દિલ્હીઃ બ્રિટનના સ્મેથવિકના દુર્ગાભવન મંદિર બહાર મંગળવારે સાંજે ભીડે હિંસક પ્રદર્શન કર્યુ હતુ. તેને લઈને લિસેસ્ટરમાં થયેલી હિંસા જેવી પરિસ્થિતિ પેદા થવાનો ભય હતો. સૂત્રોએ સીએેનએન-ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, આ કામ પાકિસ્તાની હિન્દુ વિરોધી સમૂહનું હતું. જેણે પાકિસ્તાનની મુખ્ય જાસૂસી એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજેન્સ (ISI)એ અધિકારીઓને ઉકસાવ્યાં હતા. આ હિંસક પ્રદર્શનમાં મંદિર પરિસર તરફ બોટલો ફેંકવામાં આવી હતી. આ સાથે જ પ્રદર્શનકારીઓએ મંદિરના અધિકારીઓે ધમકીઓ આપી અને ગાળાગાળી કરી હતી. અનિયંત્રિત ભીડે ફટાકડાં સળગાવીને મંદિરમાં ફેંક્યા હતા. ત્યાં જ પોલીસે મંદિરની વાડ તોડી રહેલા એક હિંસક પ્રદર્શનકારીને પાછો ખેંચ્યો હતો.

ઋતુભંરા મુસ્લિમ વિરોધી છેઃ પ્રદર્શનકારીઓ

આ મામલે સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પરમ શક્તિપીઠ અને વાત્સલ્યગ્રામના સંસ્થાપક સાધ્વી ઋતુંભરાની યાત્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીોએ આરોપ લાગવ્યો છે કે, ઋતુંભરા મુસ્લિમ વિરોધી છે અને બાબરી મસ્જિદ વિધ્વંસમાં તેમની ભૂમિકા હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે, પ્રદર્શનકારીઓના ભેગા થવાના કલાકો પહેલાં જ કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. તે છતાં પ્રદર્શનકારીોએ હિંસક પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, તેઓ બ્રિટનમાં ક્યાંય પણ હિંદુ નેતાને યાત્રા કરવાની મંજૂરી નહીં આપે અને ધમકી આપી હતી કે, યૂકેમાં પણ અન્ય મંદિરો સામે આ રીતે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…

Published by:Vivek Chudasma

First published:Source link

Leave a Comment