સલમાન સાથે એક્શન ફિલ્મ બનાવવા આતુર છે ડાયરેક્ટર અલી અબ્બાસ જફર! ચોથી વખત બની શકશે જોડી?


મુંબઈ: સુલ્તાન ( Sultan 2016), ટાઈગર જિંદા હૈ ( Tiger Zinda Hai (2017) અને ભારત (Bharat 2019) જેવી બ્લોકબસ્ટર ફિલ્મ પછી એક વખત ફરીથી મોટા પડદા પર નિર્દેશક અલી અબ્બાસ જફર (Ali Abbas Zafar) સાથે સલમાન ખાન (Salman Khan)ની જોડી દેખાશે. આ વાતને પોતે નિર્દેશકે પોતાના હાલના એક ઈન્ટરવ્યુંમાં સલમાનના ફેન્સને હિંટ આપી છે. રિપોર્ટ અનુસાર અલી ભાઈજાન સાથે એક મોટી એક્શન ફિલ્મ બનાવવાના છે, જે બિગ બજેટવાળી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં અલી અબ્બાસ જફરે તે વાત સ્વીકારી કે આવનારી ફિલ્મની સ્ક્રિપ્ટ પર તેમણે કામ કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર ડાયરેક્ટરે કહ્યું, ઈન્શાહઅલ્લાહ સલમાન સર અને હું એક મોટા બજેટની ફિલ્મ કરવા માટે એક સાથે આવીશું. હું તેમના સાથે એક મોટી એક્શુન ફિલ્મ કરવા ઈચ્છું છું. આ ફિલ્મ પર મેં કામ કરવાનું શરૂ કરી દીધું છે અને હું ઝડપી તેમના સાથે સ્ક્રિપ્ટ શેર કરીશં.

આ પણ વાંચો: ‘મૃત્યુ પહેલા પણ એક મૃત્યુ હોય છે’, ઉર્વશી રાઉતેલાની પોસ્ટ વાયરલ

ચૌથી વાર બનશે જોડી

અલી અબ્બાસ જફરના નિવેદન આગળ જતાં સાચું સિદ્ધ થાય છે તો ચોથી વખત મોટા પડદા પર સલમાન અને અલીની જોડી જોવા મળી શકે છે. જોકે, સલમાન ખાનનો આ બાબતે કોઈ જ રિએક્શન સામે આવ્યું નથી. તો બીજી તરફ સલમાન ખાને આ ફિલ્મને લઈને હાં કે ના કહ્યું છે કે નહીં તે અંગે પણ હજું કોઈ જ સ્પષ્ટતા થઈ શકી નથી. કેમ કે અત્યાર સુધી સલમાન ખાને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી નથી.

ટાઈગર 3ની આતુરતાથી જોવાઈ રહી છે રાહ

વાતચીતમાં આગળ અલી જફરે કબીર ખાન અને મનીષ શર્માની વખાણ કર્યા અને ટાઈગર 3 પર પોતાના રિએક્શન આપ્યા હતા. રિપોર્ટ અનુસાર ડાયરેક્ટરે કહ્યું કે તેઓ પોતાના વર્ક કમિટમેન્ટના કારણે યશ રાજ ફિલ્મ્સ (વાઈઆરએફ)ની એક્શન-થ્રિલર ટાઈગર ફ્રેન્ચાઈઝના ત્રીજા ભાગને નિર્દેશિત કરી શકતા નથી પરંતુ તેઓ આ ફિલ્મની રિલીઝની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આગળ વાતચીતમાં તેમણે કબીર ખાન અને મનીષ શર્માના વખાણ કરતાં કહ્યું કે, કબીર ખાન, હું અને હવે મનીષ, અમે બધાએ પોત-પોતાના વ્યક્તિત્વને પોતાની ફિલ્મોમાં લાવ્યા છીએ. હું ટાઈગર-3ની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મને લાગે છે કે આ ખુબ જ મનોરંજક હશે. હું ખુશ છું.

તમારી જાણકારી માટે જણાવી દઉ કે કબીર ખાને 2012માં પ્રથમ ફિલ્મ એક થા ટાઈગરનો નિર્દેશ કર્યો, જ્યારે જફરે બીજો ભાગ ટાઈગર જિંદા છેનું નિર્દેશન કર્યું હતું. હવે 21 એપ્રિલ, 2023માં સ્ક્રીન પર હિટ થનારી થ્રીક્કેલ, ફેન અને બેંડ બાજા બારાત ફેમ મનીષ શર્મા દ્રારા નિર્દેશિત છે.

Published by:mujahid tunvar

First published:

Tags: સલમાન ખાન



Source link

Leave a Comment