વોશિંગ્ટન,૨૨ સપ્ટેમ્બર,૨૦૨૨,ગુરુવાર
સૌરમંડળમાં સૌથી ૫૯ વર્ષ પછી એક ઘટના આકાર લઇ રહી છે. સૌર પરીવારનો સૌથી મોટો એક ગુરુ પૃથ્વીની સૌથી વધુ નજીક આવી રહયો છે. આ ૫૯ વર્ષ પછી પ્રથમવાર બની રહયું છે. અમેરિકી સ્પેસ એજ્ન્સી નાસાની માહિતી મુજબ ગુરુ ગ્રહ સૂર્યથી બિલકુલ વિરુધ દિશામાં જોવા મળશે. ગુરુ ગ્રહની દિશા બદલાવાની આ ઘટનાને વૈજ્ઞાાનિકો અપોઝિશન કહે છે.
આમ જોવા જઇએ તો જુપીટર એટલે કે ગુરુ માટે અપોઝિશન એ કોઇ નવી વાત માનવામાં આવતી નથી. ગુરુ દર ૧૩ મહિને એક વાર અપોઝિશનની સ્થિતિમાં આવે છે. આથી લગભગ દર વર્ષે એક વાર પૃથ્વી અને ગુરુ એક બીજાની નજીક આવે છે. જો કે આ વખતે આ બંને ગ્રહો વચ્ચેનું અંતર ખૂબ ઓછું હશે. ગુરુ પૃથ્વીથી દૂર હોય ત્યારે ૯૬૦ મિલિયન કિમી અંતરે હોય છે જયારે સૌથી નજીક હશે ત્યારે ૫૯૦ કિમી જેટલો દૂર હશે.
સૌરમંડળના ગ્રહો સૂર્યની પરીક્રમા વર્તુળમાં નહી પરંતુ ચપટા આકાર માર્ગે કરે છે. પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં ૩૬૫ દિવસ લાગે છે.જયારે ગુરુ સૂર્યની પરિક્રમા કરવામાં ૪૩૩૩ દિવસો લે છે. એટલે કે અંદાજે ૧૨ વર્ષમાં ગુરુ સૂર્યનું એક પરીભ્રમણ પુરુ કરે છે. આગામી ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરે સૂર્ય અને ગુરુની વચ્ચે પૃથ્વીની નજીક જોવાનો નજારો જોઇ શકાશે.
પૃથ્વીની નજીક આવવાથી આ વિશાળ ગ્રહ વધારે ચળકતો જોવા મળે છે. ગેસના ગોળાથી બન્યો હોવાથી તે સામાન્ય કરતા મોટો દેખાશે. ગુરુને ૨૬ સપ્ટેમ્બરના રોજ સૂર્ય કરતા સ્પષ્ટ રીતે ઉલટી દિશામાં હશે. આ ઘટના ખગોળના રસિયાઓ માટે ખૂબ મહત્વની છે. સારી રેન્જ ધરાવતા દૂરબીનની મદદથી ગુરુને વધુ સારી રીતે જોઇ શકાશે.
જાણો, ગુરુ ગ્રહ વિશે (jupiter planet)
ગુરુ તેના નામ પ્રમાણે જ સૂર્ય મંગળનો સૌથી મોટો ગ્રહ છે.
સૂર્યમાળામાં પાંચમા ક્રમે આવેલો ગ્રહ નકકર સપાટી ધરાવતો નથી.
મંગળ અને શનિ ગ્રહની વચ્ચે મુખ્યત્વે હાઇડ્રોજન વાયુથી બનેલો છે
ધ ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતું તોફાન ૧૭ મી સદીથી ધ્યાનમાં આવ્યું છે
ગુરુ ગ્રહને પૃથ્વી પરથી નરી આંખે પણ જોઇ શકાય છે.
આંતરિક વ્યાસ ૧૩૯૮૨૨ કિમી અને ધુ્વીય વ્યાસ ૧૩૩૭૦૯ કિમી છે
પૃથ્વી કરતા ગુરુનું ચુંબકિય બળ ૧૬ ગણું વધારે છે.
ગુરુને ૭૯ જેટલા મૂન છે જેમાંથી ગાયનેમડ બુધ ગ્રહ કરતા પણ મોટો છે
ગુરુના ૪ ચંદ્ર શોધવાનું માન ખગોળશાસ્ત્રી ગેલેલિયો ગેલેલીને મળે છે
નાસાના હબલ ટેલિસ્કોપ દ્વારા છેલ્લે ૨૩ જુન ૨૦૧૯માં તસ્વીર ખેંચવામાં આવી
ે