ધંધુકા બગોદરા રોડ પર આવેલા હરિપુરા ગામના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થલે જ મોત નિપજ્યા હતા. જેમા બે બાળકો સહિત કુલ પાંચ વ્યકિતઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
આ પણ વાંચો- પ્રેમ સંબંધનો કરુણ અંજામ, બહેનના પ્રેમીની હત્યા કરી લાશ દાટી દીધી
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટ્રક સાથે કાર અથડાતાં તેનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલી કાર અમદાવાદની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. અકસ્માતમાં મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના વતની હોવાની જાણકારી સામે આવી રહી છે.
આ પણ વાંચો- જાણો કેમ રશિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને જન્મદિવસની આગોતરી શુભેચ્છા ન પાઠવી
આ અકસ્માતમાં બે મહિલા, બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે ત્યાં જ તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તમામ મૃતકોના શવને પીએમ અર્થે ખસેડ્યા છે ત્યાં જ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યાં જ આજે બોટાદમાં પણ એક ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો છે. ગઢડાથી સુરત જતી ખાનગી લકઝરી બસ શીયાનગર પાસે પલ્ટી ખાઇ ગઇ હતી. ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ પેસેન્જરને ઇજા પહોંચી છે. બાદમાં બસમાં રહેલ મુસાફરોને બીજી બસમાં શીફ્ટ કરાયા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Accident News, Bagodara, Dhandhuka, ગુજરાત