છગનભાઈ બલદાણીયાએ ન્યુઝ 18 ગુજરાતીને જણાવ્યું કે, તેમના ગુરુદેવે તેમને કહ્યું હતું કે, કંતાનમાંથી બનાવેલા કપડા પહેરવાથી ભવિષ્યમાં સતયુગ આવશે. આ વાત તેમના ગુરૂએ તેમને 1983માં કરી હતી. બસ, આ દિવસથી તેમણે કંતાન માંથી બનાવેલા કપડા પહેરવાની શરૂઆત કરી છે. લગભગ ચાલીશ વરસથી તેમણે કંતાનમાંથી બનાવેલા કપડા જ પહેર્યાં છે. એટલુ જ નહીં, અન્ય લોકોને પણ તેઓ સમજાવી રહ્યા છે કે, તેઓ પણ કંતાનમાંથી બનાવેલા કપડા પહેશે અને આમ કરવાથી ભવિષ્યમાં
સતયુગ આવશે.
તેમની ઉંમર 71 વર્ષથી છે અને આજેય તેઓ ખુબ શારીરિક શ્રમ કરે છે. અથાક પરીશ્રમ કરે છે. છગનભાઈએ વધુમાં જણાવ્યું કે, સંત બાબા જય ગુરુદેવજી મહારાજ દ્વારા તેમને જણાવવામાં આવ્યું છે હતુ કે, કંતાનના કપડા પહેરવાથી સતયુગ આવશે.તેઓ ગોકુળ-મથુરા પણ અવારનવાર થાય છે અને ગોકુળ મથુરાથી આ કંતાન માંથી બનાવવામાં આવેલું કાપડ લાવે છે.
આ પણ વાંચો: અમરેલીમાં વૃક્ષને વહાલ કરતા કેમેરામાં કેદ થયા સિંહબાળ
કંતાનમાંથી બનાવેલા કપડા તેઓ ચોવીસ કલાક પહેરી રાખે છે. તેઓ સાવરકુંડલા તેમજ આજુબાજુના વિસ્તારમાં જાય છે ત્યારે તમામ લોકોને આ કંતાનના કાપડ વિશે લોકોને સમજ આપે છે અને કંતાના કપડા પહેરવા માટે પ્રચાર કરે છે. તેમના ગામની આસપાસથીપસાર થતા લોકોને પણ તેઓ આ વિશે સમજ આપે છે.
તમારા શહેરમાંથી (અમરેલી)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર