Mehali Tailor, Surat: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બોત્તેરમાં જન્મ દિવસની ઉજવણી આખા દેશમાં થઇ રહી છે. લોકો પોત-પોતાની રીતે વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. દેશના વડાપ્રધાનએ મૂળ ગુજરાતના એટલે ગુજરાતીઓ દ્વારા ખાસ તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરતની વાત કરવામાં આવે ત્યારે સુરતમાં અનેક જગ્યાએ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. કેટલાક સેવાકીય કાર્ય કરીને ઉજવે છે. તો કેટલાક રેસ્ટોરન્ટમાં આજે ખાવાનામાં પણ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
સુરતના એક સલૂનના માલિકે વડાપ્રધાનમોદીના જન્મ દિવસ પર સલૂનની દરેક સર્વિસ અડધા ભાવે કરી આપવાની જાહેરાત કરી છે.એટલે આજે સલૂનમાં કોઈ પણ સર્વિસ કરવામાં આવશે તેના પણ પચાસ ટકા ડિસ્કાઉટ આપવામાં આવશે.ત્યારે આ દિવસે ડિસ્કાઉન્ટ હોવાથી ઘણા બધા લોકોએ પેહલેથી અપોઇમેન્ટ લઇને આ સેવાનો લાભ લીધો છે. દેશના વડાપ્રધાન કામોથી પ્રભાવિત થઇને આજના દિવસ માટે આ ડિસ્કાઉન્ટ રાખ્યું છે.
આ ઉપરાંત આ સલૂનના મલિક મહેશભાઈને લાંબા વાળનો ઘણો શોખ છે. અને તેઓ પોતાના વાળની ખાસ કાળજી પણ રાખે છે. અને કેટલાય વર્ષોની વાળની માવજત કરી વાળને લાંબા કર્યા હતા. ત્યારે વડાપ્રધાનના આ જન્મ દિવસ પાર મહેશભાઈએ પોતાના બધા જ વાળ કઢાવી કેન્સર પીડિત દર્દી માટે દાન કર્યા છે.અને બીજા લોકો પણ તેમની આ સેવા જોઈને પોતાનાથી બનતી મદદ જરૂરિયાતમંદ લોકોને કરે એવો આશય પણ રાખ્યો હતો.
ને તેમનું માનવું હતું કે તેઓ સ્વસ્થ છે. તેની તેમને નવા વાળ પણ આવી શકે છે. ત્યારે કેન્સર પીડિત દર્દીના વાળ પાછા આવી શકે નહિ તે માટે તેમને વાળ દાન કરવાનો વિચાર આવ્યો હતો. અને તે વડાપ્રધાનના ચાહક હોવાથી તેમના જન્મદિવસ નિમિતે આ શુભ કાર્ય કરી તેમને લાંબા અને સ્વસ્થ આયુષ્યની કામના પણ કરી હતી.
આ વાળ દ્વારા કેન્સર પીડિત વ્યક્તિના વાળ ન હોય તેમના માટે વીક બનાવવામાં આવે છે.આ વીકની કિંમત વધુ હોવાથી ગરીબ દર્દી તે લઇ શકે નહિ. ત્યારે ડૉનેશમાં મળેલા વાળની જે વીક બનાવવામાં આવે છે. તે આવા ગરીબ દર્દીને મફત આપવામાં આવે છે. ત્યારે હિંમતભાઈએ પણ આવા ગરીબ દર્દી માટે પોતાના વાળને દાન આપ્યા છે.
અને દેશના વડાપ્રધાનનો 72મોં જન્મદિવસ પોતાના માટે યાદગાર બનાવ્યો છે.આ જન્મદિવસ નિમિતે આ સુલના માલિકે વાળ ડોનેશન કરી અને સલુનની સર્વિસ અડધા ભાવે આપી ઉજવણી કરી છે. ત્યારે સુરતના બીજા અનેક લોકોએ પોતા પોતાની રીતે જન્મદિવસની ઉજવણી કરી છે. અને વડાપ્રધાનના જન્મ દિવસને યાદગાર બનાવ્યો છે.
સરનામું: શુકન એપાર્ટમેન્ટ,પરશુરામ ગાર્ડન પાસે,અડાજણ,સુરત
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Celebrations, Happy Birthday PM Modi, Offers, Surat news