હાલમાં જ વિરલ ભયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અંજલિ અરોરાનો એક વીડિયો શેર કર્યો છે. સામે આવેલા આ વીડિયોમાં અંજલિ આઈફોન 14 ખરીદીને પાછી જતી જોવા મળી રહી છે. આ દરમિયાન ત્યાં હાજર ફોટોગ્રાફર્સે તેણે કેમેરામાં કેદ કરી લીધી. અંજલિ પોતાના આ આઈફોન વિશે જણાવતા ઘણી ખુશ જોવા મળી રહી છે. જો કે, તેની ખુશી સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ નથી આવી અને તેમણે એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
અંજલિના આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, જલ્દી આ પણ ઈડીના ધક્કા ખાશે. તેમજ એક અન્ય યુઝર્સે લખ્યું, આ સેલિબ્રિટી ક્યાંથી બની ગઈ. એક અન્ય યુઝરે કમેન્ટ કરી, હોલસેલનો બિઝનેસ છે તેનો.
ઉલ્લેખનીય છે કે અંજલિ અરોરા કચ્ચા બાદામ ટ્રેન્ડ પર વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી. જો કે બાદમાં તે કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપનો ભાગ બની સમગ્ર દેશમાં લોકપ્રિય થઈ ગઈ હતી. આ શોમાં મુનવ્વર સાથે તેની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી. એટલું જ નહીં તે આ શોની રનરઅપ પણ હતી. તે સિવાય થોડા દિવસ પહેલા ઈન્ટરનેટ પર એક MMS લીક થયા પછી અંજલિ ઘણી ચર્ચામાં આવી હતી. હકીકતમાં વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેમાં જોવા મળતી યુવતી અંજલિ અરોરા છે. જો કે અંજલિએ આ દાવાને નકારી કાઢ્યો હતો અને વીડિયોને ફેક ગણાવ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર