પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી હતી તે દરમિયાન સ્કેચમાં બતાવેલ શકમંદ જેવા વ્યક્તિ ન્યુ બોમ્બે માર્કેટ સામે રાજીવનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે રાજીવનગર ઝુપડપટ્ટીમાં વોચ ગોઠવવામાં આવી આરોપીઓને ઓળખી અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેમની સઘન પુછપરછ કરતા હવખોરોએ યુવતી સાથે ગેંગરેપ કર્યાની કબૂલાત કરી હતી. હાલ તો પોલીસે ગેંગરેપ કરનાર આરોપી વિદેશી ઉર્ફે વિકાસ ઉર્ફે ટકલા ઉમેશ યાદવ, ગોપાલ સુખદેવ મન્ના , જિતેન્દ્રકુમાર ઉર્ફે ફુલચંદ મનોહર યાદવની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ પકડાયેલ ત્રણેય આરોપી સરદાર માર્કેટમાં મજૂરીનું કામ કરતા હતા.
આ પણ વાંચો: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીજ્ઞેશ મેવાણીને 6 મહીનાની સજા ફટકારવામાં આવી
પકડાયેલ આરોપીઓની સઘન પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, દેવધગામ તરફના રસ્તા ઉપર એક કેળાના ખેતરમાં એક યુવક યુવતી બેઠા હતા, ત્યારે આરોપીઓએ ઘાક-ધમકી આપી અને મારપીટ કરી બદકામ કર્યું હતું. આરોપી વિકાસ ઉર્ફે ટકલો ઉમેશ યાદવ તથા દિપક યાદવ નાઓએ એકાંતનો લાભ ઉઠાવીને યુવક યુવતીને ધાકધમકી આપી હતી. જે બાદ દિપક યાદવે તેમની પાસેના ગળે પહેરવાના પ્રમછાથી છોકરાનું ગળુ દબાવ્યું હતું, જ્યારે વિદેશી ઉર્ફે વિકાસે લાકડીથી છોકરાને માથાના પાછળના ભાગે માર મારી દોરીથી હાથ બાંધી દીધા હતા. જે બાદ યુવતીને કેળાના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીઓ તેમના મોબાઇલ ફોન લઇ નાસી ગયા હોવાની કબુલાત કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime news, Gujarat News, Surat news