PM Modi Birthday: કંગનાએ PM નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું- તમે રામ અને કૃષ્ણની જેમ અમર છો


કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ 72 વર્ષના થશે. કંગનાએ એક ઈવેન્ટનો જૂનો ફોટો શેર કરી લાંબી બર્થ ડે નોટ શેર કરી પીએમ મોદીને પ્લેનેટ પર સૌથી પાવરફૂલ વ્યક્તિ કહ્યા. તેણે પીએમને ભગવાન રામ અને કૃષ્ણની જેમ અમર ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ- જેઠાલાલની ‘બબીતા’ કોરિયન બ્યુટી લુકમાં જોવા મળી, ઈન્ટરનેટ પર નવો લુક વાયરલ

કંગનાએ પીએમને કહ્યું અમર

કંગનાએ ફોટો શેર કરી લખ્યું, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. બાળપણમાં રેલવે પ્લેટફોર્મ પર ચા વેચવાથી માંડી આ પ્લેનેટના સૌથી પાવરફૂલ વ્યક્તિ બનવા સુધીની સફર અવિશ્વસનીય છે. અમે તમારી લાંબી ઉંમરની પ્રાર્થના કરીએ છીએ, પરંતુ તમે રામ, કૃષ્ણ અને ગાંધીની જેમ અમર રહો. તમારું નામ હંમેશાં માટે આ દેશના ઈતિહાસના પાનામાં લખવમાં આવશે. તમને બધા હંમેશાં પ્રેમ કરે. તમારી વિરાસતને કોઈ દૂર કરી શકશે નહીં, તેથી હું તમને એક અવતાર માનું છું. તમને લીડરના રૂપમાં મેળવીને અમે ધન્યતા અનુભવીએ છીએ.

કંગનાએ PM નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

2018ની ઈવેન્ટમાં પીએમને મળી હતી કંગના

કંગનાએ 2018ની એક ઈવેન્ટનો ફોટો શેર કર્યો છે, જ્યાં તે લિરિસિસ્ટ પ્રશૂન જોશીની સાથે નરેન્દ્ર મોદીને મળી હતી. કંગનાએ ઈવેન્ટમાં પીએમના વખાણ કરતા કહ્યું હતું કે, હું મોદીજીની સક્સેસ સ્ટોરીના કારણે તેમની બહૂ મોટી ફેન છું. એક યંગ લેડી હોવાથી મને લાગે છે કે અમારા માટે યોગ્ય રોલ મોડલ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારો અર્થ છે કે એક વ્યક્તિનો ગ્રાફ અને તેની મહત્વાકાંક્ષા સાથે છે.

ઈમર્જન્સીમાં ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે

કંગના અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીના ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કંગના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનો રોલ પ્લે કરતી જોવા મળશે, તેમજ અનુપમ ખેરે જે પી નારાયણના રોલમાં હશે. પુપિલ જયકરના રોલમાં મહિમા ચૌધરી, અટલ બિહારી બાજપેયીના રોલમાં શ્રેયસ તલપડે અને મિલિંદ સોમન, ફીલ્ડ માર્શલ સેમ માનેકર્શાની ભૂમિકા નિભાવશે. કંગનાએ ઈમર્જન્સીને ડાયરેક્ટર કરવાની સાથે તેને લખી પણ છે. ફિલ્મને રેણુ પિટ્ટી અને કંગનાએ મળીને પ્રોડ્યુસ કરી છે.

Published by:Priyanka Panchal

First published:

Tags: Kangana ranaut, Narendra Modi birthday, Upcoming Movies



Source link

Leave a Comment