પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના હરિહર ચોક નજીક કારચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આજે બપોરે ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. માતેલા સાંઢની જેમ એન્ડેવર કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કારની સ્પીડ ખૂબ જ તીવ્ર હતી. હાઇવે પર બેફામ ગાડી હાંકી રહ્યા હોય તેમ એન્ડેવર કારનો ચાલક રાજકોટના સાંકડા રસ્તાઓ પર કાર દોડાવી રહ્યો હતો. બિલખાનો રહેવાસી યુવરાજભાઈ અશોકભાઈ ગોવાળિયા નામનો વ્યક્તિ પૂરપાટ ઝડપે એન્ડઓવર કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ હરિહર ચોકમાં થયેલા અકસ્માતના ચોંકાવનારા દ્રશ્યો
નાનકડું બાળક થોડાક અંતરથી બચી ગયુંધડાકાભેર કાર બિલ્ડિંગ સાથે અથડાઈ
પૂરપાટ ઝડપે દોડતી કારના દ્રશ્યો#Gujarat pic.twitter.com/9fZYvaWi9D
— News18Gujarati (@News18Guj) September 22, 2022
આ પણ વાંચો: રાજકોટના કાલાવાડ રોડ પર ટ્રકચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયો
જે સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે એક સાત વર્ષના બાળકને પણ અડફેટે લીધો હતો. જોકે, સદનસીબે કાર બાળકને બિલકુલ સામાન્ય અડીને નીકળી જાય છે. જોકે, બાળક નીચે પટકાય છે અને પછી ઊભો થતો પણ સીસીટીવીમાં જોઇ શકાય છે. કારે અડફેટે લેતાં બાળકને સામાન્ય ઇજા પહોંચી છે. એક નાનું બાળક નવાબ સમીરભાઈ બલોચ હોવાનું સામે આવ્યું છે. તે બાળકને ખબર પણ નહોતી કે કાર પાછળથી આવી રહી છે અને આ પૂરપાટ આવી રહેલી કારે બાળકને ટક્કર મારી હતી. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, બાળખની બાજુમાં એક ચા વેચનાર વ્યક્તિ હોય છે. જેના હાથમાં ચાનું થર્મોસ પણ જોવા મળી રહ્યું છે. જે બાળકને તરત ઊભો કરે છે. બાળકને અડફેટે લીધા બાદ કાર આગળ જઇને બિલ્ડિંગમાં ધડાકાભેર ભટકાઇ હતી.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CCTV footage, Gujarat News, Rajkot News