દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ કલીન અપ ડે- વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે. આ વર્ષે ૧૭મી સપ્ટેમ્બર - 2022 ને શનિવારના રોજ ભારત સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક સમાજ સાથે મળીને ભારતના તમામ દરિયા કિનારાની સ્વચ્છતા માટે ‘સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર” અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરમાં રોઝી બંદર, દાતા ડાડાની જગ્યા, નાનાનાગના પાછળ, વિભાપર પાછળ, સોલ્ડ સેન્યુરી, બાલાચડી બીચ પર સીમા જાગરણ સંસ્થાનાં વોલેન્ટીયરો તથા જામનગર શહેરની 8 કોલેજ, 11 વિવિધ સંસ્થા મળીને કુલ 650થી વધુ લોકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને લોકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે માહિતી આપી હતી.
આપણી પૃથ્વીને નુકસાન પહોંચાડવા માટે અનેક કારણો જવાબદાર છે. જેમાં છેલ્લા દાયકાઓમાં પ્લાસ્ટિક પૃથ્વી માટે પડકાર નહીં બહુ મોટો ખતરો બનીને ઉભર્યું છે. આપણાં દિવસની શરૂઆતથી માંડીને રાત્રે પથારીમાં સુવા જતાં દરમ્યાન ધ્યાનથી જોશો તો ખબર પડશે કે પ્લાસ્ટિક આપણી ક્ષણેક્ષણ પર કબજો જમાવી રાખ્યો છે. બજારમાંથી કોઈ સામાન લાવો કે પછી ટિફિનમાં ભોજન કે બોટલમાં પાણી પ્લાસ્ટિક દરેક જગ્યાએ હાજર છે.
આ પણ વાંચો: શનિદેવ મહારાજના દર્શન માત્રથી જ થઈ જાય છે ભક્તોના કષ્ટ દૂર; દૂર દૂરથી આવે છે ભક્તો
એક મિનિટમાં એક ટ્રક પ્લાસ્ટિક દરિયામાં ઠલવાય છે
પોલિથીન સહિતનાં પ્લાસ્ટિકનો કચરો પશુઓના પેટમાં જવાથી એક લાખ થી વધુ પશુ અને સમુદ્ર જીવ જેવા કે વ્હેલ તથા શાર્ક માછલી અને સમુદ્રી લીલ (શેવાળ) આપણી બેદરકારીના લીધે મૃત્યુ થાય છે. ભારતમાં મુખ્ય મહાનગરો જેવા કે, દિલ્હી, ચેન્નઇ, બેંગલુરૂ, કલકત્તા મહાનગરોમાં એક માત્ર દિલ્હીમાં રોજનો પ્લાસિક કચરો 689.5 ટન રોડ ઉપર આવે છે. પૂરા ભારતમાં રોજનો પ્લાસ્ટિક કચરો 25,940 ટન રોડ ઉપર આવે છે. એક સર્વે મુજબ એક મિનિટમાં એક ટ્રક પ્લાસ્ટિક દરિયામાં ઠલવાય છે.
વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ આજ પ્રકારે પ્લાસ્ટિકનો ઉપયોગ થશે તો 2040 થી 2050 સુધીમાં સમુદ્રમાં માછલીઓ કરતાં વધુ માત્રામાં પ્લાસ્ટિક દરિયામાં હશે. નાની મોટી માછલીઓને મનુષ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેથી માછલીઓના પેટમાં પ્લાસ્ટિક હોવાથી માણસ માટે પણ કેન્સરનું જોખમ ઉભવે છે. સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત લોકોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતાં કે પ્લાસ્ટિકની થેલી (ઝબલા)નો ઉપયોગ બંધ કરી તેની જગ્યાએ કાપડની થેલી અથવા થેલાનો ઉપયોગ કરીશું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Arabian Sea, Clean, Clean India, Jamnagar News, Plastic free