these are the reasons behind sensex nifty crash investor lose rs 3 lakh crore


મુંબઈઃ “આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક બજારમાં મજબૂત વેચવાલીનું વલણ જોવા મળી રહ્યું છે. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી 50 (Nifty 50) એક ટકાથી વધુ ડાઉન છે. સેન્સેક્સ વિશે વાત કરીએ તો તે શરુઆતના કારોબારમાં જ 800થી વધુ તૂટી ચૂક્યો છે અને 59150 અને નિફ્ટી 233 અંકથી વધુ લપસીને 17650 સુધી સરકી ગયો. છે. આ બંને મુખ્ય ઇન્ડેક્સોએ પોતાનો મજબૂત સપોર્ટ ગુમાવ્યો છે.

બજારમાં ગભરાટાના પગલે આવેલી તીવ્ર વેચવાલીથી સ્થાનિક રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3 લાખ કરોડનો ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 283 લાખ કરોડથી ઘટીને રૂ. 285.9 લાખ કરોડ થયું છે. બજારને નીચે લાવવા પાછળ ઘણા કારણો છે, જે પૈકી કેટલાક મુખ્ય કારણો છે. આવો જોઈએ આ કારણો વિગતવાર અને સમજીએ કે હવે બજારની સ્થિતિ કઈ તરફ જઈ શકે છે.

આ પણ વાંચોઃ શું તહેવારો પર નવી કાર લેવાનું વિચારી રહ્યો છો? તો આ 10 બેંકો આપી રહી છે સૌથી સસ્તા દરે લોન

વૈશ્વિક બજારોમાં ઘટાડો

વિશ્વભરના બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ છે, જેના કારણે સ્થાનિક બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ સર્જાયું છે. યુએસ અને યુરોપિયન માર્કેટમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. એશિયન ઈન્ડેક્સની વાત કરીએ તો જાપાનનો નિક્કી 225, દક્ષિણ કોરિયાનો કોસ્પી, હોંગકોંગનો હેંગસાંગ, તાઈવાનનો તાઈવાન વેઈટેડ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને સિંગાપોરનો સ્ટ્રેટ ટાઈમ્સ રેડ ઝોનમાં છે.

આ પણ વાંચોઃ ઈક્વિટીમાં લાખના બાર હજાર થવાનો ડર લાગતો હોય તો આ સ્ટ્રેટેજી અપનાવીને ચિંતામુક્ત બની શકો

અપેક્ષિત દર વધારો

યુએસ ફેડની નીતિઓ આવતા સપ્તાહે જાહેર થઈ શકે છે. ઓગસ્ટમાં મોંઘવારી દરમાં અપેક્ષિત વધારાને કારણે એવી આશંકા છે કે યુએસ સેન્ટ્રલ બેન્ક સતત ત્રીજી વખત દરમાં વધારો કરી શકે છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. વિશ્વ બેંક અને IMFએ પણ વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે વેચવાલી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ આગામી 6 મહિનામાં તમારી તિજોરી ભરી શકે આ 2 શેર

હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ

રિલાયન્સ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસિસ અને એચડીએફસી સેન્સેક્સ પર સૌથી વધુ વેઇટેજ ધરાવે છે. આ તમામ શેરમાં વેચવાલી ચાલી રહી છે. સેન્સેક્સ પર માત્ર ઇન્ડસઇન્ડ બેન્ક અને સન ફાર્મામાં જ ખરીદી થઈ રહી છે. ઈન્ફોસિસ, HDFC બેંક અને રિલાયન્સનું પણ નિફ્ટી પર સૌથી વધુ ભાર છે અને તેમાં પણ વેચવાલીથી નિફ્ટી ઘટી છે. આઈટી, પીએસયુ બેંક, એફએમસીજી, ઓટો અને રિયલ્ટી શેરોમાં ખરીદારીથી બજાર દબાણમાં રહ્યું. તમામ સેક્ટરના સૂચકાંકો રેડ ઝોનમાં છે.

રૂપિયાની નબળાઈ

આજે કારોબારની શરૂઆતમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 11 પૈસા નબળો પડ્યો અને 79.82 રૂપિયા સુધી સરકી ગયો. ડૉલરની મજબૂતી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નબળાઈએ રૂપિયા પર દબાણ કર્યું.

આ પણ વાંચોઃ Expert Advice: ઝોમેટોના શેરમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ?

મંદીનો ડર

ફુગાવાના વધતા દબાણ અને મંદીના ભયને કારણે વિશ્વ બેંકે તેના એક રિપોર્ટમાં આર્થિક મંદીની ચેતવણી આપી છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ, વિશ્વભરના દેશોમાં નીતિ કડક બનાવવામાં આવી રહી છે, જે ફુગાવાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે અને તેના કારણે આવતા વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીની સંભાવના છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: BSE Sensex, Business news, Share market, Stock market



Source link

Leave a Comment