કોણ હશે ઓપનિંગ જોડી?
કેપ્ટન રોહિત શર્માએ જોકે સ્પષ્ટ કર્યું છે કે તે અને કેએલ રાહુલ ટી20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરશે. તેણે વિરાટ કોહલીને ત્રીજા ઓપનર તરીકે રાખ્યો છે. પરંતુ ઈજામાંથી પરત ફરતો રાહુલ મોટી ઈનિંગ રમી શક્યો નથી. આ ઉપરાંત તેનો સ્ટ્રાઈક રેટ પણ શરૂઆતમાં અપેક્ષા મુજબ સામાન્ય રહ્યો નથી. બીજી તરફ કોહલીએ ઓપનર તરીકે એશિયા કપમાં સદી ફટકારીને પોતાની દાવેદારી રજૂ કરી દીધી છે.
ઋષભ પંત કે દિનેશ કાર્તિક ?
રિષભ પંત અને દિનેશ કાર્તિકને ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં T20 એશિયા કપમાં પંતને વધુ તક મળી હતી, પરંતુ તે વધુ સારૂ પ્રદર્શન કરી શક્યો નહોતો. સિનિયર ખેલાડી કાર્તિકે IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પૂર્વ દિગ્ગજ સુનીલ ગાવસ્કરે કહ્યું કે પંત અને કાર્તિક બંનેને પ્લેઈંગ-11માં સામેલ કરવા જોઈએ. ટીમ મેનેજમેન્ટ આ 6 મેચમાંથી પંત અથવા કાર્તિક પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગશે.
કોણ હશે છઠ્ઠો બોલર?
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યું છે. તેને હજી પોતાને સાબિત કરવાનું બાકી છે. આવી સ્થિતિમાં જાડેજાની ગેરહાજરીમાં છઠ્ઠો બોલર મહત્વપૂર્ણ બની જાય છે. કેપ્ટન રોહિત અને કોચ રાહુલ દ્રવિડ છઠ્ઠા બોલર તરીકે દિપક હુડા, વિરાટ કોહલી અને અક્ષર પટેલને અજમાવવા માંગશે.
ભુવનેશ્વર કુમાર કે દીપક ચહર?
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ટી20ના સ્પેશ્યલિસ્ટ છે. પરંતુ ભૂતકાળમાં ટી20 એશિયા કપમાં નવા બોલ અને ડેથ ઓવરમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. બીજી તરફ અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. જો કે ભુવનેશ્વરની ટી20 વર્લ્ડ કપ માટે પસંદગી કરવામાં આવી છે. અન્ય એક સ્વિંગ ફાસ્ટ બોલર દીપક ચહરે ઈજા બાદ પુનરાગમન કર્યું છે. તેઓ દ્વિપક્ષીય શ્રેણી દ્વારા પોતાને સાબિત કરવા માંગશે. તેને વર્લ્ડ કપ માટે સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો છે.
શું બુમરાહ અને હર્ષલ પટેલ ફિટ છે?
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજામાંથી લાંબા સમય બાદ વાપસી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ છે કે કેમ તે આ 6 મેચો દ્વારા નક્કી કરવામાં આવશે. બંનેને T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમમાં જગ્યા મળી છે. બુમરાહ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ ટ્રેક પર ટીમના સૌથી મહત્વપૂર્ણ બોલરોમાંથી એક છે. તે 140 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bcci T20 World Cup, Cricket News Gujarati, Team india, રોહિત શર્મા