આ પણ વાંચોઃ- 22 વર્ષ પછી અમિષા પટેલ અને હૃતિક રોશનનો ફોટો સામે આવ્યો, જેને તમે ઓળખી પણ નહીં શકો
Table of Contents
શું અમીષા પટેલને પાકિસ્તાની એક્ટર સાથે પ્રેમ થયો?
ઈમરાન અને અમીષા પટેલના અફેરની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. તે બંને વર્ષોથી એકબીજાને ઓળખે છે. સારી મિત્રતા હોવાનો દાવો કરે છે પરંતુ હવે સામે આવેલી નિકટતા કંઈક અલગ જ વાત રજૂ કરે છે. ઈમરાન અને અમીષાએ ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં બંને રોમેન્ટિક થઈ રહ્યા છે. અલકા યાગ્નિક અને ઉદિત નારાયણના એક લવ રોમેન્ટિક બોલિવૂડ સોન્ગ પર અમીષા અને ઈમરાન રોમાન્સ કરી રહ્યા છે. તેમની વચ્ચે સારી કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.
ઈમરાન- અમીષાનો રોમાન્સ
આ વીડિયોને શેર કરતા ઈમરાને કેપ્શનમાં લખ્યું- મારી મિત્ર અમીષા પટેલ સાથે પોતાના ફેવરેટ ટિપીકલ બોલિવૂડ ટ્યુન્સ પર ફિલ્મી થવાની મજા આવી. આ ગીતને અમીષા પટેલ પર ફિલ્માવવામાં આવ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અમીષા અને ઈમરાન લવી ડવી થઈ રહ્યા છે. ક્યારેક એકબીજાને હગ કરે છે તો ક્યારેક એકબીજાનો હાથ પકડીને રોમાન્સ કરી રહ્યા છે. અમીષાએ પણ આ વીડિયોને ઈન્સ્ટા પર શેર કર્યો છે.
અમીષા લખે છે કે- ગયા અઠવાડિયે બેહરીનમાં પોતાના સુપરસ્ટાર મિત્ર ઈમરાન અબ્બાસની સાથે ઘણી મસ્તી કરી. બોબી દેઓલની સાથે મારી ફિલ્મ ક્રાંતિનું આ ગીત ઈમરાન અને મારા ફેવરેટ ગીતોમાંનું એક છે. અમીષાની પોસ્ટ પર ઈમરાને કમેન્ટ કરી કે, તેણે આ વીડિયો શૂટ કરવાની ઘણી મજા આવી. તે ફરીથી અમીષા સાથે મુલાકાત કરવા માટે રાહ જોઈ રહ્યો છે.
ફેન્સને પસંદ આવી બંનેની કેમિસ્ટ્રી
અમીષા અને ઈમરાનનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ તેમના રિલેશનમાં હોવાની અટકળો જોર પકડી રહી છે. બંનેની જોડી, કેમિસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. એક યુઝરે તેની સાથે ફિલ્મ કરવા કહ્યું. તમને જણાવી દઈએ કે ઈમરાન અને અમીષા સાથે એક ફિલ્મ કરવાના હતા. પરંતુ આગળ વાત ચાલી શકી નહીં. ઈમરાન અને અમીષા સોશિયલ મીડિયા પર એકબીજાના વખાણ કરતા થાકતા નથી.
અમીષા પટેલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘ગદર 2’માં સની દેઓલની સાથે જોવા મળશે. અમીષાને ફેન્સ એક વખત ફરીથી સકીનાનાં રોલમાં જોઈ શકશે. તેમજ ઈમરાન ઘણા પાકિસ્તાની શો અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ઈમરાને વિક્રમ ભટ્ટની ફિલ્મ ક્રિએચર 3Dથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. મૂવીમાં તે બિપાશા બાસુની સાથે જોવા મળ્યો હતો. ઈમરાને ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં કેમિયો રોલ કર્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywood Actors, Bollywood actress, Love affair, અમિષા પટેલ