ઋતુભંરા મુસ્લિમ વિરોધી છેઃ પ્રદર્શનકારીઓ
આ મામલે સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પરમ શક્તિપીઠ અને વાત્સલ્યગ્રામના સંસ્થાપક સાધ્વી ઋતુંભરાની યાત્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીોએ આરોપ લાગવ્યો છે કે, ઋતુંભરા મુસ્લિમ વિરોધી છે અને બાબરી મસ્જિદ વિધ્વંસમાં તેમની ભૂમિકા હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે, પ્રદર્શનકારીઓના ભેગા થવાના કલાકો પહેલાં જ કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. તે છતાં પ્રદર્શનકારીોએ હિંસક પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, તેઓ બ્રિટનમાં ક્યાંય પણ હિંદુ નેતાને યાત્રા કરવાની મંજૂરી નહીં આપે અને ધમકી આપી હતી કે, યૂકેમાં પણ અન્ય મંદિરો સામે આ રીતે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર