Video of 60 girls bathing went viral


ચંદીગઢઃ ચંદીગઢની એક ખાનગી યુનિવર્સિટીમાં શનિવારે મોડીરાતે 2.30 વાગ્યે હોબાળો થયો હતો. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ગર્લ્સ હોસ્ટેલની એક છોકરીએ જ અન્ય 60 જેટલી છોકરીઓના ન્હાવાના સમયનો વીડિયો બનાવીને યુવકોને મોકલી દીધો. આ યુવકોએ આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાઈરલ કરી દીધો છે.

ઘટના પછી 8 યુવતીઓ દ્વારા આત્મહત્યાના પ્રયત્ન કરવામાં આવ્યો


રિપોર્ટ્સ મુજબ ગર્લ્સ હોસ્ટેલમાં રહેનારી છોકરીઓના ઘણા સમયથી આ રીતે ન્હાવાના વીડિયો બનાવવામાં આવી રહ્યાં હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે મેનેજમેન્ટ તેમની પર આ બાબતને દબાવવા માટેનું દબાણ કરી રહ્યું છે. આ ઘટના પછી ભડકેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મોડીરાતે કેમ્પસમાં દેખાવો કર્યા હતા. વાયરલ વીડિયોને લઈને 8 યુવતીઓ દ્વારા આત્મહત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે.

વીડિયો બનાવનારી છોકરીને એક રૂમમાં પુરી દેવાઈ


આત્મહત્યાનો પ્રયત્ન કરનારી છોકરીઓને હાલ અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. પંજાબ મહિલા આયોગના અધ્યક્ષ મનીષા ગુલાટીએ આ મામલાની નોંધ લીધી છે. તે ખાનગી યુનિવર્સિટીમાં જશે, તેમની સાથી ડીસી અને એસએસપી પણ હાજર રહેશે. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેમણે આ ગંભીર બાબતની ફરિયાદ યુનિવર્સિટી મેનેજમેન્ટને કરી, જોકે અત્યાર સુધીમાં કઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. એમ કહેવાઈ રહ્યું છે કે જે યુવતી પર અન્ય છોકરીઓનો વીડિયો બનાવીને વાઈરલ કરવાનો આરોપ છે, તેને હોસ્ટેલમાં એક રૂમમાં પુરી દેવામાં આવી છે.

Published by:Vrushank Shukla

First published:

Tags: Accident video, Surat Video Viral, Video viral





Source link

Leave a Comment